jhalawaDi dharti - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાલાવાડી ધરતી

jhalawaDi dharti

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
ઝાલાવાડી ધરતી
પ્રજારામ રાવળ

ઝાલાવાડી ધરતી!

આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.

અહીં ફૂલ કેવળ આવળનાં;

અહીં નીર અધિકાં મૃગજળનાં;

પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આo

જોજનના જોજન લગ દેખો,

એક નહીં ડુંગરને પેખો;

વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ; ક્ષિતિજે ઢળતી! આo

તે કોઈ જનમવેરાગણ?

કે કો ઉગ્ર તંપતી જોગણ

સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! આo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004