salim mamu aur uski Dubki ka geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત

salim mamu aur uski Dubki ka geet

વિરલ શુક્લ વિરલ શુક્લ
સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત
વિરલ શુક્લ

સિક્કા મેં રહતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા...

મોતી ફોતી તો ઉસે મલતે ના કાંઈ પર ડૂબકી કા ઈલમ વો જાણતા...

અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!

મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે ડૂબકી લગાતે!

વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી વારતા...

મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા’તા મોતી

ગંગાસતી ને જિસે વીંધા થા ઉસકો હી મામુ ને લીધા’તા ગોતી.

મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા...

અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.

મોતી તો આંખુ કે ખીચ્ચે મેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.

એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા...

સિક્કા મેં રહતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા...

મોતી ફોતી તો ઉસે મલતે ના કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ- ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : વિરલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી