દરિયામાં માછલીઓ જુએ છે સૌ, મેં તો માછલીમાં દીઠો છે દરિયો.
હોડકું ને જાળ તણા રૂડા સંગાથે હું મનખાના સાગરમાં ફરિયો.
વરતારા ચેતવતા વારેવારે તોય નીકળ્યો છું દરિયાને ખૂંદવા,
માછલીની ગંધને હું સૂંઘું શું કામ? મને માછલીઓ આવે છે સૂંઘવા.
શ્વાસોમાં એને મેં કાયમ છે સંઘર્યો ને રૂંવેરૂંવાંમાં એને ભરિયો.
હોડકું ને જાળ તણા રૂડા સંગાથે, હું મનખાના સાગરમાં ફરિયો.
માછલીઓ ઉપર મેં દીકરી પરણાવી ને દીકરાઓ ઠેકાણે પાડ્યા,
માછલીએ ઉકેલ્યા સઘળા પ્રસંગ, છેક તેરમાના લાડવાય વાળ્યા.
માછલીની પીઠ ઉપર થઈને સવાર મારો આખ્ખોયે ભવસાગર તરિયો.
હોડકું ને જાળ તણા રૂડા સંગાથે હું મનખાના સાગરમાં તરિયો.
dariyaman machhlio jue chhe sau, mein to machhliman ditho chhe dariyo
hoDakun ne jal tana ruDa sangathe hun mankhana sagarman phariyo
wartara chetawta wareware toy nikalyo chhun dariyane khundwa,
machhlini gandhne hun sunghun shun kaam? mane machhlio aawe chhe sunghwa
shwasoman ene mein kayam chhe sangharyo ne runwerunwanman ene bhariyo
hoDakun ne jal tana ruDa sangathe, hun mankhana sagarman phariyo
machhlio upar mein dikri parnawi ne dikrao thekane paDya,
machhliye ukelya saghla prsang, chhek termana laDway walya
machhlini peeth upar thaine sawar maro akhkhoye bhawsagar tariyo
hoDakun ne jal tana ruDa sangathe hun mankhana sagarman tariyo

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન