રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
યૌવનમાં ભરી દે
Yuavanma bhari de
ચુ. ડા. પાટડિયા
Chu. Da. Patdiya
સહસ્ર કિરણે સૂરજ પ્રગટે
ચેતન આ ચોમેર;
આભામંડળ પ્રભા પાથરી
એક કિરણ રવિદેવ!...
મારા યૌવનમાં ભરી દે:
યૌવન તેજોમય કરી દે.
સહસ્ર કળાએ શરદ પૂનમનો
ચન્દ્ર ચડે આકાશ;
શીતળતાના સાગર! મારે
એક કળાની આશ...
મારા યૌવનમાં ભરી દે :
યૌવન કળાયલ કરી દે.
સહસ્ર પાંખડી ખીલવીખીલવી
– પીમળભર પ્રત્યેક –
સુહાય પંકજ સરવર કંઠે;
એક પાંખડી એક...
મારા યૌવનમાં ભરી દે :
યૌવન સૌરભમય કરી દે.
સહસ્ર ધારથી વાદળી વરસે
સૌમ્ય સુધારસ પાન;
આપ આપ, ઓ હૈયાકુમળી!
એક બિન્દુનું દાન...
મારા યૌવનમાં ભરી દે :
યૌવન અમૃતમય કરી દે.
(અંક ૩૦)
સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 12)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991