sakhi! taro – - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?

વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો?

વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?

સખિ તારો વાંકો...’

‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વ્હે વંકાઈ,

વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!

વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!'

‘સખિ તારો વાંકો...’

(૧૯૩૭-૩૮)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012