રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજના કોઈ વાંસવનો
ઈ વાંસવનોના કો'ક મોરના મોરપીછમાં
પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
મારો ચઈતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુલની ઋતુ ઋતુ, આ અંધ શહેરમાં નિયૉનના પરદાઓમાં
શીદ લટકાવો?
કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુ હળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઇ લાવી આપો.
સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી
સાંધી આપો.
ઈ દરપણના કોક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ
લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
mari dantakthano chand mane koi lawi aapo
koi radhanan lochan sha aa dariyao
i dariyaoni par jhulti sanjna koi wansawno
i wansawnona koka morana morpichhman
puraw janam thai uDi gayelun gokul marun goti aapo
mari dantakthano chand mane koi lawi aapo
maro chaitar to andh, mane sheed phulobhri taDkani Dali batlawo?
mara gokulni ritu ritu, aa andh shaherman niyaunna pardaoman
sheed latkawo?
koi kanhaini ankhoman tartan akasho
i akashone kaho ke utre halu halu koi boraslini Dale
i boraslini Dal hwe to wasantanun jhummar thai jhule
i jhummar niche rise ubhi radhane phutyun geet mane koi lawi aapo
mari dantakthano chand mane koi lawi aapo
samayna tuti gayela darpanman lo aaj mane koi purawajanamthi
sandhi aapo
i darapanna kok shaherna awsheshothi kanhai radha aaj mane koi
lawi aapo

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973