રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆજની શોભા છે રળિયામણી
aajni shobha chhe raliyamni
આજની શોભા છે રળિયામણી,
સૃષ્ટિ મંડળે, તરતાં ચંદ્ર બિંબની આજનીo
પસરિ રહ્યાં ચંદ્રબિંબ સર્વ આ સ્થળે,
યુવતી દીસતી, રજનિ—સુન્દરી હશે. આજનીo
શ્વેત વસ્ત્ર ધરી રજનિ વિલસતી રહી,
પ્રેમઘેલી એ બની, ઈન્દુમાં ભળી. આજનીo
રજનિ શું વિહાર ચંદ્ર પ્રેમથી કરે,
નિરખી તેહને, હૃદય—હર્ષ ઊભરે. આજનીo
રજનિ ચંદ્ર સમાં આર્ય દંપતી બને,
વિમલ પ્રેમથી, વિભુ! એજ માગીએ. આજનીo
aajni shobha chhe raliyamni,
srishti manDle, tartan chandr bimbni ajnio
pasari rahyan chandrbinb sarw aa sthle,
yuwati disti, rajani—sundri hashe ajnio
shwet wastra dhari rajani wilasti rahi,
premgheli e bani, induman bhali ajnio
rajani shun wihar chandr premthi kare,
nirkhi tehne, hriday—harsh ubhre ajnio
rajani chandr saman aarya dampti bane,
wimal premthi, wibhu! ej magiye ajnio
aajni shobha chhe raliyamni,
srishti manDle, tartan chandr bimbni ajnio
pasari rahyan chandrbinb sarw aa sthle,
yuwati disti, rajani—sundri hashe ajnio
shwet wastra dhari rajani wilasti rahi,
premgheli e bani, induman bhali ajnio
rajani shun wihar chandr premthi kare,
nirkhi tehne, hriday—harsh ubhre ajnio
rajani chandr saman aarya dampti bane,
wimal premthi, wibhu! ej magiye ajnio
સ્રોત
- પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- વર્ષ : 1920
- આવૃત્તિ : 2