taman ghare awshan para! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમાં ઘરે આવશાં પરા!

taman ghare awshan para!

ચંદ્ર પરમાર ચંદ્ર પરમાર
તમાં ઘરે આવશાં પરા!
ચંદ્ર પરમાર

તમાં ઘરે આવશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

અજવાળી પૂનેમનાં આણાં લેઈને અમું આવશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

ગાવડિયોના ઝોકમાં ઓલા ભરભાંખરિયે પોંચશાં પરા,

સેમ વોળાવી ગા ગોવાંટીને શકન રૂડાં આલશાં પરા!

ભાણને દેશાં ધૂપ ચલમુના ધમાડા ગોડી ધોડશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

મસત ઓલી પાંણિયારી હેલ આંસ્યે અજવાળશાં પરા,

ડોક નમાવીને મોઈડા, પૂછીં ઉત્યોરમાં કાંઈ ડોલશાં પરા,

મ્ઓંરી મ્ઓંરી ઊડશીં હાંડા વાંહે વાંહે ઊડશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

રાતના ટાઢાબોળ મારગને પગલે ઊનો કરશાં પરા,

આલે પાલે પીલું પાંદે ભેના ભેના મ્હેકશાં પરા,

છોગલે બાંધી વાયરો ભમર છૂટે પને લ્હેરશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

નેંતર પેંતર બળતો સુરજ બત્યકમાં ઝબોળશાં પરા,

આંધુ વેંટી કેડિયા કોરા ફોરા ફોરા હેંડશાં પરા,

નેણમાં રમતી ભાત તમારી સેપટથી દૂર રાખશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

કોઈ જો ભાળાં ઝાડવું વાટે અંતર એનું મ્હોરશાં પરા.

એકલવાયી જિંદગી એની બે ઘડિયાં શણગારશાં પરા

ખોળે માથું મેલશાં એનાં અંજળ હેતે માણશાં પરા!

હો તમાં ઘરે આવશાં પરા!

થાચેલવિચેલ સુરજ રાણો તમાં ગામે ઠારશાં પરા,

આરતી લેવા આવશાં અમું ગામ દીવા ચેતવશાં પરા,

“તમો ગામનો ચાંદો જોજો અમાં ગામ દેખાડશાં પરા.”

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાત કાવ્યપરિચય- 2 (પૃષ્ઠ ક્રમાંક 183)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973