poor maisagar jay we’ton weton - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૂર મૈસાગર જાય વૅ’તોં વૅતોં

poor maisagar jay we’ton weton

શશિશિવમ્ શશિશિવમ્
પૂર મૈસાગર જાય વૅ’તોં વૅતોં
શશિશિવમ્

પૈણ્યો મારો રમૅ ફળિયૅ સૈયર

નૅ કમખૅ કળાઍલ મોરલા;

આટાપાટાની ધૂળ ખંખેરૅ ઑંગણે

નૅ ઑરતા થયા દૂર દોયલા. –પૈણ્યોo

કૅડ ભાગીનૅ કરું કૉઁમ દન આખો

નૅ રાત પડે હૂવાનું કૉડમૉઁ.

દૈણૉઁ ખૉયણૉઁ નૅ વાળું વાસદૉઁ

નૅ પૈણ્યો હાહુની હોડમૉઁ. –પૈણ્યોo

આકરા મૈસાગરના ઢાળ ચડું ઊતરું,

કોરી ગાગર ભરું પૉઁણી;

કોરા ગવનમૉઁ ધૂળ પડી ચ્યમ કરું!

ઉં તો કપાળની કૉઁણી. –પૈણ્યોo

ચ્યારૅ ઊગૅ મારો હોનાનો હૂરજ

નૅ ચ્યારૅ ચૉઁદલિયો ભાળું,

ઍળૅ જતૉ મારૉ ખાધૉપીધૉ

ઉં તો ઑખથી તારા નૅતારું. –પૈણ્યોo

દા’ડો તો જાય, રાત પડખૉઁ ઘહું

મારી ઢોઈણીઍ ડૂહકૉ લેતૉઁ;

અંગારો મેલ્યો આયખૅ

સૈયર! પૂર મૈસાગર જાય વૅ’તૉઁ વૅ’તૉઁ. –પૈણ્યોo

(ર૭-૧૧-૮૭)

સ્રોત

  • પુસ્તક : જીવતરનો ઝોલો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : શશિશિવમ્
  • પ્રકાશક : નિર્મિતિ પ્રકાશન
  • વર્ષ : 1988