bol lilawun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોલ લીલવું

bol lilawun

ભીખુ કપોડીયા ભીખુ કપોડીયા
બોલ લીલવું
ભીખુ કપોડીયા

બાઈ રે હું તો પાંજરે બેઠા પોપટના બોલ લીલવું.....

દૂરના સરોવર તો હવે ઝાંઝવે ભર્યાં આંખમાં

એની ચાંચમાં હવે લયની કૂંપળ ઝૂલતી નથી.

વડનાં લીલાં પાન ચોડેલી પાંખ ને રાતા ફળની જેવી

કેમ રે મૂંગી ચાંચ ભીડેલી ખૂલતી નથી?

વનનું લીલું વ્હેણ ને એની પુચ્છમાં ઘૂંટ્યા

રંગના મારે મેઘધનું ને ઝીલવું.....

એના કંઠની કાળી કાંબડી મને ભીંસતી

મીઠા બોલથી મારા કેમ કરીને રીઝવું હવે?

નાનકું ભીનું આભ તો એણે ખેરવી લીધું પાંખથી

સૂકાં નેણને મારા કેમ કરીને ભીંજવું હવે?

સળિયાની ભીતરના વેરાન રણમાં પેલી

કુંજના ખર્યાં ફૂલને તે કેમ ખીલવું?

બાઈ રે હું તો...

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988