bhinDibjarman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીંડીબજારમાં...

bhinDibjarman

રમેશ પારેખ રમેશ પારેખ
ભીંડીબજારમાં...
રમેશ પારેખ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

ગલ્લી તોડીને હાર ભાગતાં રે હાર ભાગતાં રે પાંચ પાકાં મકાન

ગેરીલ્લા ટોળકીએ આંચક્યાં રે ક્યાંક આંચક્યાં રે ક્યાંક જમ્બો વિમાન

ડોસાજી લૂંટતા પતંગને હોજી પતંગને હોજી ને લૂંટાવી નાખે બેફામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

ચશ્માં ફૂટે ને એના કાચમાં રે એના કાચમાં રે સાત દરિયા વેરાય

છત્રીસમે મજલેથી ધ્રાસકો રે પડે ધ્રાસકો રે ભોંયતળિયે ઝિલાય

તડકામાં સૂકવાતાં લૂગડાં રે ભીનાં લૂગડાં રે ક્યાંક અંધારે સૂકવાતા ડામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

ઘોડાની રેસ આજ બંધ છે રે રેસ બંધ છે રે અને ખુલ્લા છે Bar

આજના સમાચાર એટલા રે હોવ્વે એટલા રૈ નથી નડતા વિચાર

લીલાકુંજાર લોહી ડોલતાં રે ખુલ્લાં ડોલતાં રે નહીં અંધારી નહીં રે લગામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

રસપ્રદ તથ્યો

ભીંડી બજાર એ દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતનું એક નાનકડું બજાર છે. મોહમ્મદ અલી રોડ અને ખેતવાડી વચ્ચેનો વિસ્તાર. આ બજાર પ્રાચીન વસ્તુઓ અને હાર્ડવેરના સામાનના વેચાણ માટે જાણીતી છે. ભીંડી બજારમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના લોકપ્રિય ભીંડીબજાર ઘરાનાનું મૂળ પણ છે.

સ્રોત

  • પુસ્તક : ખડિંગ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : સંવર્ધિત આ.