kagar aayo chhe kok gomthi kashikbaii - Geet | RekhtaGujarati

કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!

kagar aayo chhe kok gomthi kashikbaii

હરબન્સ પટેલ 'તન્હા' હરબન્સ પટેલ 'તન્હા'
કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!
હરબન્સ પટેલ 'તન્હા'

કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!

કોકે લછ્યુ સે મારા નૉમથી કશીકબઈ!

ઘેલુ લછ્યુ સે મારા નૉમથી કશીકબઈ!

ગમતુ લછ્યુ સે મારા નૉમથી કશીકબઈ!

અમથુ લછ્યુ સે મારા નૉમથી કશીકબઈ!

કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!

બ્હૉનુ ગોત્યુ સે મેં તો કૉમથી કશીકબઈ!

કૂવે જાવું સે જરા ઑમથી કશીકબઈ!

એંધાણી આલી સે ઑમથી કશીકબઈ!

કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!

પાણીડાં જાવાંસે ઑમથી કશીકબઈ!

એને જઈ પાવા સે હૉમથી કશીકબઈ!

લાજી મરું સું એના નૉમથી કશીકબઈ!

છૉના મલવું સે રૂડા રૉમથી કશીકબઈ!

કાગર આયો સે કોક ગૉમથી કશીકબઈ!

(કંકાવટી)

સ્રોત

  • પુસ્તક : અચરજ
  • સર્જક : ડૉ. હરબન્સ પટેલ ‘તન્હા’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2008