
આંગળીએ
રેતીને કહી'તી
એ વાત બધી તમને કહેવાઈ ગણી લેજો,
બલમ
મારી ભાષા તો ભાવ તણી છે જો!
અરુપરુ અંધારુ
ઓઢીને ઊભેલી નાળિયેરી સ્હેજસાજ ઝૂલે,
નીરવ
આ વહેતી હવાનો સંદેશ
પ્રિય! એવી રીતે જ કંઈક ખૂલે.
આપ્યો છે
મેં તો આ આછો અણસાર–
તમે તેને ઇકરાર ગણી લેજો!
angliye
retine kahiti
e wat badhi tamne kahewai gani lejo,
balam
mari bhasha to bhaw tani chhe jo!
aruparu andharu
oDhine ubheli naliyeri shejsaj jhule,
niraw
a waheti hawano sandesh
priy! ewi rite ja kanik khule
apyo chhe
mein to aa achho ansar–
tame tene ikrar gani lejo!
angliye
retine kahiti
e wat badhi tamne kahewai gani lejo,
balam
mari bhasha to bhaw tani chhe jo!
aruparu andharu
oDhine ubheli naliyeri shejsaj jhule,
niraw
a waheti hawano sandesh
priy! ewi rite ja kanik khule
apyo chhe
mein to aa achho ansar–
tame tene ikrar gani lejo!



સ્રોત
- પુસ્તક : શાલ્મલી (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : રાજેન્દ્ર જાડેજા
- પ્રકાશક : પરિષ્કૃત પ્રકાશન
- વર્ષ : 1992