bharya te sarowarman - Geet | RekhtaGujarati

ભર્યા તે સરોવરમાં

bharya te sarowarman

શશિશિવમ્ શશિશિવમ્
ભર્યા તે સરોવરમાં
શશિશિવમ્

ભર્યા તે સરોવરમાં સો સો રે તિરાડો તરતી,

ખોબલે તિરાડો ભરાય જી;

તરસ્યા રે જીવ જળ હાથ ના ભરાય રતી,

તિરાડોને કેમ રે પિવાય જી!

....ભર્યા તે

એક રે સૂરજ એનાં વમળાતાં તેજ વીર જી!

સરવરે તેજ તરડાય જી;

તિરાડે તિરાડે તેજની કાયા રે કપાય હીર જી!

અમળાતાં તળિયે સમાય જી!

....ભર્યા તે.

ઊઘડ્યાં કમળ કેરી પાંદડી વિલાય દલ જી!

પરિમલ વ્યરથ વેરાય જી;

કાંઠાના કદંબ કેરાં પરણ ધરૂજે મન જી!

અકળાતા વાયુ પડી જાય જી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004