bhaabhiinun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાભીનું ગીત

bhaabhiinun geet

પરબતકુમાર નાયી પરબતકુમાર નાયી
ભાભીનું ગીત
પરબતકુમાર નાયી

ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપ્પોરી ભાથું અણમોલ,

એમાં ભાભીના મીઠા બે બોલ!

ચૂરમાની તાંસળીમાં માખણના લોંદાને મૂક્યો છે સાચવીને કોરે,

મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૂડી ભાભીની આંગળીઓ દોરે!

ભાઈના છાંયડામાં લ્હેરાતો લીલોછમ લાગણીના ખેતરનો મોલ!

એમાં ભાભીના મીઠા બે બોલ!

નિરાંતે પેટ-ભરી બેઠા શું દેવરજી? ઊટકવા ઠામ કોણ જાશે?

ઊંચી ઘોડીનો ઊંચો અસવાર આમ કેટલા દી’ ઉછીનું ખાશે?

કાન જરા માંડો ઉગમણા પાદરમાં ક્યારનોય વાગે છે ઢોલ!

આવાં ભાભીના મીઠા બે બોલ!

સ્રોત

  • પુસ્તક : એતદ્ : ડિસેમ્બર ૨૦૨૦ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર