અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડીલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યા!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લીલાં-સૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈ ને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
ame baraphnan pankhi re bhai, tahuke tahuke pigalyan
luman tarto ghor unalo
em ughaDe Dile
ogalti kayanan tipan
kamalpandDi jhile
khartan pinchhe paDchhati bappor mukine nikalya!
ame baraphnan pankhi re bhai, tahuke tahuke pigalyan
lilan sukan jangal wachche
kabarchitran rahiye
nabhman uDtan sanj paDe to
sonalawarnan thaiye
raat paDe ne Dal uparthi koyal thai ne tahukyan

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 186)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004