diwso aawya - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિવસો આવ્યા

diwso aawya

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
દિવસો આવ્યા
દિલીપ ઝવેરી

આંબે બેઠો મોર

પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા

કોયલ કેરો શોર

નેણમાં નેણ પરોવી ચૂપ હસી લેવાના દિવસો આવ્યા

ભર બપ્પોરે બોલી રહેતો કાગ

કો'કની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા

કેસૂડાની ડાળ ડાળપે આગ

જેમની પ્રિયા રહી પરદેશ એમના નિઃશ્વાસોથી ઊના દિવસો આવ્યા

મારે

સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008