widhwa kheDutananun gaunu - Geet | RekhtaGujarati

વિધવા ખેડૂતણનું ગૉણુ

widhwa kheDutananun gaunu

પ્રતાપસિંહ રાઠોડ 'સારસ્વત' પ્રતાપસિંહ રાઠોડ 'સારસ્વત'
વિધવા ખેડૂતણનું ગૉણુ
પ્રતાપસિંહ રાઠોડ 'સારસ્વત'

બ્હૅની આયેલાઁ વાદળાઁ પાછાઁ વાળાઁ રે!

વરહઁ તો વહમાઁ લાગશી.

ઈંમનાઁ ફોરાઁ શઉનં ટાઢાઁ લાગઁ રે!

અમાઁનં ભડકા જાગશી.

એક ખરા રે બપોરે ઊડ્યો તેતરો,

ઇંનં ઊડ્યા નં ધાડ્યામાં પડ્યો આઁતરો.

પેલા પારધિએ આઈ ઝપ ઝાલ્યો રે!

તેતલડી રોવા લાગશી. –બહૅની...

ભૂંડા અરધી રાત્યોંના મરઘા બોલિયા,

મારા ઘરના મોભારે ડુંગર ડોલિયા.

ચાઁદેણ્ય ફૂટી ના ફૂટી નં માયા તૂટી રે,

ભવના ફર શ્યુ ભાગશી? –બ્હૅની...

બ્હૅની હમી રે હાઁઝાઁનાઁ મોરાઁ બોલિયાઁ,

વાડે ઢોરાઁ તમસાળઁ, ઓયડે ઢોલિયા.

મેઘો આભલઅ ગાજ્યો નં કાળજઅ વાજ્યો રે!

દેયાઁમાં નેવાઁ વાગશી. –બ્હૅની...

સ્રોત

  • પુસ્તક : વાછરોટ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008