ashadhe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અષાઢે

ashadhe

ઉશનસ્ ઉશનસ્
અષાઢે
ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
              એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
                      એમાં ધરતીના શ્વાસ,
       એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢે૦ 
           પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
           એ જી, આવ્યાં અજવાળાં જાય,
                  આવ્યા વાયુયે વળી જાય,
      આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢે૦
      તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
             એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
                    એમાં એવી તે કઈ ભૂલ?
    પરથમ મળિયાશું મુખ ના મોડીએ જી. — અષાઢે૦

સ્રોત

  • પુસ્તક : વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : ઉશનસ્
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2001