રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.
માથે માંડેલ છે માટીની સૂંડલી,
ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી,
પાતળિયા દેહ પરે વીંટેલી ચૂંદડી:
કાયાની કાંબડી કાળી..
કેસૂડા રંગના ભડકા લે'રાવતી લાલ લાલ કોરની સાડી;
શીમુળના ઝાડ હેઠ સબકારે ચાલતી દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
લૈને બેઠેલ હશે બ્રહ્માઃ
ભૂલકણા દેવ, તમે પંખીડું વીસરી
ઘડી કેમ માનવની કન્યા!
પાંખોની જોડ એના હૈયામાં સંઘરી, સરજી સાંતાલની નારી.
ઊંડું ઊંડું હાડતી હલકે વિદ્યાધરી: દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
દખણાદા વાયરાની કો’ક કો’ક લેરખી
વહી જાતી શીતને ધખાવે;
સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ
મરુતોની મૉજને ચગાવે.
શાળાનો ઘંટ થાય, દૂર દૂર વહી જાય પાવા બજાવતી ગાડીઃ
એવા પરભાતને પૉ’રે મેં એક દી દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
પેલું બંધાય મારું માટીનું ખોરડું
શીતળ નાજુક ને સુંવાળુઃ
મૉલને ઝરૂખે હું બેસીને કોડભર્યો
મજૂરોની મેદિની નિહાળું.
કડિયાની હાક પડે, હડીઓ ત્યાં કાઢતી દીઠી સાંતાલની નારી;
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
પૉર ને બપોર એની બળબળતી દેહના
કરતી'તી રોજ રોજ છૂંદા;
કવિની કુટિર તણાં ભીંતડાંને કારણે
ખેંચે એ ધૂળ તણા લૂંદા!
લાજી લાજીને મારાં લોચન બિડાય છેઃ દીઠી સાંતાલની નારી;
ધિક્કારે આત્માના દીપક ઝંખાય છેઃ દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી
નારીની પુણ્યવતી કાયાઃ
એ રે કાયાનાં આજ દુનિયાના ચૉકમાં
સોંઘેરાં હાટડાં મંડાયાં.
ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
(1935)
dithi santalni nari re aaj dithi santalni nari
shimulna jhaD heth jati ne awati dithi santalni nari
mathe manDel chhe matini sunDli,
ghatila hathman thoDi thoDi bangDi,
pataliya deh pare winteli chundDih
kayani kambDi kali
kesuDa rangna bhaDka lerawti lal lal korani saDi;
shimulna jhaD heth sabkare chalti dithi santalni nari
dithi santalni nari re aaj dithi santalni nari
ashaDhi megh ane thoDi shi wijli
laine bethel hashe brahma
bhulakna dew, tame pankhiDun wisri
ghaDi kem manawni kanya!
pankhoni joD ena haiyaman sanghri, sarji santalni nari
unDun unDun haDti halke widyadhrih dithi santalni nari
dithi santalni nari re aaj dithi santalni nari
dakhnada wayrani ko’ka ko’ka lerkhi
wahi jati shitne dhakhawe;
sukelan pand ane dhool tani andhio
marutoni maujne chagawe
shalano ghant thay, door door wahi jay pawa bajawti gaDi
ewa parbhatne pau’re mein ek di dithi santalni nari
dithi santalni nari re aaj dithi santalni nari
pelun bandhay marun matinun khoraDun
shital najuk ne sunwalu
maulne jharukhe hun besine koDbharyo
majuroni medini nihalun
kaDiyani hak paDe, haDio tyan kaDhti dithi santalni nari;
dhagadhagti matini sunDlio sarti dithi santalni nari
dithi santalni nari re aaj dithi santalni nari
paur ne bapor eni balabalti dehna
kartiti roj roj chhunda;
kawini kutir tanan bhintDanne karne
khenche e dhool tana lunda!
laji lajine maran lochan biDay chhe dithi santalni nari;
dhikkare atmana dipak jhankhay chhe dithi santalni nari
dithi santalni nari re aaj dithi santalni nari
priyajanni sewane karaniye sarjeli
narini punyawti kaya
e re kayanan aaj duniyana chaukman
songheran hatDan manDayan
chaar aath trambiyani roji apine mein lunti santalni nari;

સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997