અનુભવ ગહરા ગહરા
anubhav gaharaa gaharaa
જયન્ત પાઠક
Jayant Pathak

અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા :
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા;
જલમેં લહર, લહરમેં જલકા
સુન સુન ગીત ગભીરા!
ઊઠ કર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરાં,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!



રસપ્રદ તથ્યો
અવસાનની આગલી રાતે લખાયેલ કવિની અંતિમ રચના
સ્રોત
- પુસ્તક : વિસ્મયલિપિ (પૃષ્ઠ ક્રમાંક 796)
- સંપાદક : દક્ષા વ્યાસ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2020