tekrio - Geet | RekhtaGujarati

અમારો ટેકરીઓનો રે દેશ,

તો પે’રે ઝરણાંનો રે ખેસ.

ટેકરીઓની પાળ વચ્ચે સીમનું સરવર ઝૂલે,

દિશાઓના પડદા પાછળ કલરવના કંઠ ખૂલે.

અમે ટેકરીઓનાં ટોળાં હાંકનારા,

અમે ટેકરીઓના ઊંટે બેસનારા.

ટેકરીઓ પર અંધકારની બકરીએ આવે,

ટેકરીઓ પર અજવાળાનાં ઘેટાં સવાર લાવે.

ટેકરીઓ તો કેડીઓના કંદોરા પે’રે,

ટેકરીઓ તો ઘાસના લીલાં કંચવા પે’રે.

સ્રોત

  • પુસ્તક : પરિવેશ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : ગભરુ ભડિયાદરા
  • પ્રકાશક : સ્વયં પ્રકાશિત
  • વર્ષ : 1986