diwDo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચા કોડિયે મૂકેલો

હો દીવડો, કાચા કોડિયે મૂકેલો.

સૂરજનાં અજવાળાં એમાં સજાયાં,

શશિયરનાં શીતળ જો કિરણો સમાયાં,

ગેબી કો ગોખમાં મૂકેલો

હો દીવડો, કાચા કોડિયે મૂકેલો.

વર્ષાની વાદળીએ આવે ને આંતરે,

અંધારાં અવનીનાં આવે ને આવરે,

ઝંઝાના વીંજણે ઝગેલો

હો દીવડો, કાચા કોડિયે મૂકેલો.

સંતનનાં નયનોની કીકીમાં ડોલતો,

દુખિયારી આંખોની ખીણોમાં ઓપતો,

સોહે અનેકમાં અકેલો

હો દીવડો, કાચા કોડિયે મૂકેલો.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981