રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસહિયર, સપનાની શેરીએ રમવા નીસર્યાં:
અમને અધવચ દરિયે દેખ્યાં –
અમને અધૂકડું આળેખ્યાં –
આછા ઉજાગરા થરક્યા રે અબરખ પોપચે!
સહિયર, આંગળિયુંમાં અશ-મશ દીવા શગ બળે:
અમને ઝમરખ ઝીણું હેર્યાં –
અમને થામક - થૂમક પ્હેર્યાં –
પ્હેર્યાં પચરંગ પરવાળા રે પિત્તળ પીંડીએ!
સહિયર, આંસુને પાંદલડે ચંપો મહોરિયો:
અમને ડાળ ઘટાલૂમ વેડ્યાં –
અમને રતૂમડું છંછેડ્યાં -
લીલાંઘમ્મર થડકારા રે થામડ - થૂમડે!
સહિયર, છાની છપની વાતું પવ્વન પાતળી:
અમને અવસર ભીનું ખળક્યાં –
અમને આંગત પાંગત વળગ્યાં –
ભાંગ્યા ભડચક ભણકારા રે ચંદણ છાંયડે!
sahiyar, sapnani sheriye ramwa nisaryanh
amne adhwach dariye dekhyan –
amne adhukaDun alekhyan –
achha ujagra tharakya re abrakh popche!
sahiyar, angaliyunman ash mash diwa shag baleh
amne jhamrakh jhinun heryan –
amne thamak thumak pheryan –
pheryan pachrang parwala re pittal pinDiye!
sahiyar, ansune pandalDe champo mahoriyoh
amne Dal ghatalum weDyan –
amne ratumaDun chhanchheDyan
lilanghammar thaDkara re thamaD thumDe!
sahiyar, chhani chhapni watun pawwan patlih
amne awsar bhinun khalakyan –
amne angat pangat walagyan –
bhangya bhaDchak bhankara re chandan chhanyDe!
sahiyar, sapnani sheriye ramwa nisaryanh
amne adhwach dariye dekhyan –
amne adhukaDun alekhyan –
achha ujagra tharakya re abrakh popche!
sahiyar, angaliyunman ash mash diwa shag baleh
amne jhamrakh jhinun heryan –
amne thamak thumak pheryan –
pheryan pachrang parwala re pittal pinDiye!
sahiyar, ansune pandalDe champo mahoriyoh
amne Dal ghatalum weDyan –
amne ratumaDun chhanchheDyan
lilanghammar thaDkara re thamaD thumDe!
sahiyar, chhani chhapni watun pawwan patlih
amne awsar bhinun khalakyan –
amne angat pangat walagyan –
bhangya bhaDchak bhankara re chandan chhanyDe!
સ્રોત
- પુસ્તક : સાંબેલું ચંદન સાગનું (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : મનહર જાની
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2001