guD bay - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુડ-બાય, ભલી ગુજરાત!

ના છે કી ગામ, ગલી, ઘર ના છે કોઈ દેશ

વણજારા-શો ખેલ અમારો, વણજારા-શો વેશ

અણખૂટ મનમિરાત

ગુડ-બાય, ભલી ગુજરાત!

વાટેઘાટે ગીત અમારાં, શું વસ્તી, શું રાન

ખુલ્લું છે આકાશ અને સૌ ખુલ્લા પથ આસાન

ના દુખ, ના આઘાત

ગુડ-બાય, ભલી ગુજરાત!

પોઠ મહોબતની છે ભરચક, છીએ રાયના રાય

દૂર દિગંતો પાર જવું છે, કણ કણ જ્યાં મલકાય

ના છે જાય-કજાત

ગુડ-બાય, ભલી ગુજરાત!

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 317)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007