રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમે અમારા ગામે આવી, નદીકિનારે હરજોફરજો, બીજા-ત્રીજાને હળજોમળજો... મારું તો કંઈ નક્કી નઈ!
શેરીનાકે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઈને આગળ વળજો.... મારું તો કંઈ નક્કી નઈ!
એક તમારા નામે દેરું,
એને છાંટ્યો રંગ મેં ગેરુ,
મૂરતને આભડિયો એરુ,
એ મૂરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ પીગળજો.... મારું તો કંઈ નક્કી નઈ!
આથમતા સૂરજની સાખે,
એ અજવાળે ઝાંખેપાંખે,
મારું ગામ નિસાસો નાંખે,
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ ભરીને, એને વળગીને ઝળહળજો...
મારું તો કંઈ નક્કી નઈ!
અંતે કરજો લેખાંજોખાં,
કેવાં રૂસણાં, કેવા ધોખા,
ભેગાં તોયે નોખાં નોખાં,
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો... મારું તો કંઈ નક્કી નઈ!
tame amara game aawi, nadikinare harjopharjo, bija trijane haljomaljo marun to kani nakki nai!
sherinake ubha rahine, ek amasto sad karine, rah joine aagal waljo marun to kani nakki nai!
ek tamara name derun,
ene chhantyo rang mein geru,
muratne abhaDiyo eru,
e muratanun jher utari, pastawani jyot jagawi, dhimi anche khud pigaljo marun to kani nakki nai!
athamta surajni sakhe,
e ajwale jhankhepankhe,
marun gam nisaso nankhe,
tyare marun nam laine, haiye jhajhi ham bharine, ene walgine jhalahaljo
marun to kani nakki nai!
ante karjo lekhanjokhan,
kewan rusnan, kewa dhokha,
bhegan toye nokhan nokhan,
na malwani badha rakhe, toy angli jhali rakhe, e sathwara tamne phaljo marun to kani nakki nai!

સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.