રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
સુર વાટ
sur vat
કેશવ હ. શેઠ
Keshav H. Sheth
ભૂલી પન્થ ભમૂં દિનરાત રે કોઈ સન્ત બતાવોજી વાટo -ધ્રુવ.
ઉગે સુરજ વળિ આથમે એવી ન્હોતી મ્હારી મૂળ ભોમ:
જ્યોતિ અખંડ ઢગે જ્યહિં, જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ : કોઈo એ વાટo
સંસારને ઉન્હે વાયરે થાય ઘર ઘરના દીપ ગૂલ:
જીવન અહિં એવાં વ્હેંતિયાં-મ્હારે મુલકતો અમરોનાં ફુલ : કોઈo એ વાટo
ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય:
એવા રે સ્નેહને સોણલે મ્હારું જિવતર ઝોલાં ખાય: કોઈo દિવ્ય વાટo
પગલે પગલે પાવક પરજળે ને આંખે ઠર્યો અન્ધકાર:
પામર દેહની પીઠ પડી વહી ભવરણ કેરો ભાર: હવે સન્ત દોરો સુર વાટ
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931