maDhuli - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મઢુલી

maDhuli

લલિત લલિત
મઢુલી
લલિત

મઢુલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!

અનેરી અમારી લગીર! મઢૂલીo

વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં;

લઈ જાવ લ્હાણાં લગીર, સંતો વ્હાલા!

મનની કંઈ મોજમજાઓ, રસિયાં ઉરનો કંઈ લ્હાવો:

લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!

સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વહે,

રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!

ઊડવાય સફર સહિયારી, સુખદુઃખની કંથા ધારી;

આનંદ ઑર લગીર, સંતો વ્હાલા!

લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,

લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!

મઢુલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!

અનેરી અમારી લગીર!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 583)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007