રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું
બાવાજી, મુંને ચડે સમુંદર લે’રું,
ચકરચકર વંટોળ ચગ્યો જી
ઈ તો ચગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
તરી રહી એક ડેરી,
ઓહો સાંયાજી, મારું હેત વધે ને માંહી
સુંદર મૂરતિ હેરું.
ખોબો ધૂળનો કૂબો બણાયો ને
બૌત હુવા ખુશ બંદા,
એક ધણીએ લગાયા ધક્કા,
ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણકણ કારી
દમ દમ વરસી મ્હેરું.
અકલ કલા મારે હિરદે ઊગી
અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
અલખ અલખ લખતારા
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
પિયુનું હવે પગેરું.
sanyaji, koi ghatman gaheke gherun
bawaji, munne chaDe samundar le’run,
chakarachkar wantol chagyo ji
i to chagyo gagangaDh gheri,
nawlakh tara Dubya Damariye ne
tari rahi ek Deri,
oho sanyaji, marun het wadhe ne manhi
sundar murati herun
khobo dhulno kubo banayo ne
baut huwa khush banda,
ek dhaniye lagaya dhakka,
choor choor makranda,
oho sanyaji, mara kankan kari
dam dam warsi mherun
akal kala mare hirde ugi
achrat roj apara,
muththibhar rajakanman ramta
alakh alakh lakhtara
oho sanyaji, mare pagle pagle
piyunun hwe pagerun
sanyaji, koi ghatman gaheke gherun
bawaji, munne chaDe samundar le’run,
chakarachkar wantol chagyo ji
i to chagyo gagangaDh gheri,
nawlakh tara Dubya Damariye ne
tari rahi ek Deri,
oho sanyaji, marun het wadhe ne manhi
sundar murati herun
khobo dhulno kubo banayo ne
baut huwa khush banda,
ek dhaniye lagaya dhakka,
choor choor makranda,
oho sanyaji, mara kankan kari
dam dam warsi mherun
akal kala mare hirde ugi
achrat roj apara,
muththibhar rajakanman ramta
alakh alakh lakhtara
oho sanyaji, mare pagle pagle
piyunun hwe pagerun
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : મફત ઓઝા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1984