tame re tilak raja ramana - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે રે તિલક રાજા રામના

tame re tilak raja ramana

રાવજી પટેલ રાવજી પટેલ
તમે રે તિલક રાજા રામના
રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના

અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;

તમારી મશે ના અમે સોહિયાં—

કેવાં કેવાં દુઃખ સાજણ તમે રે સહ્યાં?

કહોને સાજણ દ:ખ કેવાં સહ્યાં!

તમે રે ઊંચેરા ઘરના ટોડલા!

અમે લજવાતી પાછલી રવેશ રે;

તમારી મશે ના અમે સોહિયાં-

કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં?

કહોને સાજણુ દ:ખ કેવાં સહ્યાં!

તમે રે અખશર થઈને ઊકલ્યા!

અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના;

તમારી મશે ના અમે સોહિયાં—

કહોને કહોને દઃખ કેવાં પડ્યાં?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989