hanre mhne jheri nagoe Dankh didha, - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાંરે મ્હને ઝેરી નાગોએ ડંખ દીધા,

hanre mhne jheri nagoe Dankh didha,

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
હાંરે મ્હને ઝેરી નાગોએ ડંખ દીધા,
ન્હાનાલાલ દલપતરામ કવિ

હાંરે મ્હને ઝેરી નાગોએ ડંખ દીધા,

હો સન્ત! હાવાં કેમ ઉતારશો ઝેર?

હાંરે મ્હને ઘેરી સચોટ બાણ વીંધ્યાં,

હો સન્ત! ઘાવ ઉરના રૂઝાવશો શી પેર?

ઉંચી ઉંચી તારલી તે મીટ માંડી મટકે,

સન્તાય મ્હારી પાંપણ વિશે દિનરેન:

રહી રહી ઝીણું હો સન્તના! ખટકે,

અંજાય મ્હારાં લોચન વિશે મદ ઘેન.

ડાલે પેલી કમલિની જલ કેરી હેલે,

વસન્ત જલે એવો ડોલે ફુલ પ્રાણ:

મધુપ પ્હેણે ગુંજે, પરાગ ઢળે વેલે,

અખંડ કયારે રેલે એવી રસ લ્હાણ!

લળી ઢળી આસોપાલવ કેરી ડાળી,

ઉપર કોયલ ટ્હૌકા કરે મધુઘોષ:

હતી એક ઈક્ષુના દંડ સમી બાળી:

---નજર! કેમ કાળી ગોરંભે ભર રોષ?

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1973
  • આવૃત્તિ : 2