રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસ્નેહીનાં સોણલાં આવે સાહેલડી!
ઉરના એકાન્ત મારા ભડકે બળેઃ
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી!
આશાની વેલ મારી ઊગી ઢળે. (ધ્રુવ.)
ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકારઃ
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર: રે સાહેલડી!o
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર:
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારાં ચીર: રે સાહેલડી!o
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
અવની ભરી, વન વન ભરી, ઘૂમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર: રે સાહેલડી!o
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર:
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર: રે સાહેલડી!o
ઉરના એકાન્ત મારા ભડકે ખળે.
ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધારઃ
સ્નેહીનાં સંભારણાં
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર: રે સાહેલડી!o
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
snehinan sonlan aawe sahelDi!
urna ekant mara bhaDke bale
haiyanan het to satawe, sahelDi!
ashani wel mari ugi Dhale (dhruw )
chaDyun poor madhratanun, gaje bhar sunkar
chamke chapla abhman,
ewa ewa chhe priyna chamkarah re sahelDi!o
urna ekant mara bhaDke bale
jharmar jharmar mehulo warse achhe nirah
une aansu nayno bhinje,
ewan ewan bhinje maran chirah re sahelDi!o
urna ekant mara bhaDke bale
awni bhari, wan wan bhari, ghume gaDh andhar,
jhabke mahin dhuni jogini,
ewa ewa chhe priyna jhabkarah re sahelDi!o
urna ekant mara bhaDke bale
jhini jyote jhalahle priyno dipak lagirah
paDe patang, mahin jale,
ewi ewi atmani adhirah re sahelDi!o
urna ekant mara bhaDke khale
khunche phulni pandDi, khunche chandrni dhaar
snehinan sambharnan
ewan ewan khunche dil mojharah re sahelDi!o
urna ekant mara bhaDke bale
snehinan sonlan aawe sahelDi!
urna ekant mara bhaDke bale
haiyanan het to satawe, sahelDi!
ashani wel mari ugi Dhale (dhruw )
chaDyun poor madhratanun, gaje bhar sunkar
chamke chapla abhman,
ewa ewa chhe priyna chamkarah re sahelDi!o
urna ekant mara bhaDke bale
jharmar jharmar mehulo warse achhe nirah
une aansu nayno bhinje,
ewan ewan bhinje maran chirah re sahelDi!o
urna ekant mara bhaDke bale
awni bhari, wan wan bhari, ghume gaDh andhar,
jhabke mahin dhuni jogini,
ewa ewa chhe priyna jhabkarah re sahelDi!o
urna ekant mara bhaDke bale
jhini jyote jhalahle priyno dipak lagirah
paDe patang, mahin jale,
ewi ewi atmani adhirah re sahelDi!o
urna ekant mara bhaDke khale
khunche phulni pandDi, khunche chandrni dhaar
snehinan sambharnan
ewan ewan khunche dil mojharah re sahelDi!o
urna ekant mara bhaDke bale
સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 66)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973