sadho, wachman chhe waitarni - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, વચમાં છે વૈતરણી

sadho, wachman chhe waitarni

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, વચમાં છે વૈતરણી
હરીશ મીનાશ્રુ

સાધો, વચમાં છે વૈતરણી

જોગણ ઊભી જમણે કાંઠે, ડાબે જાદુગરણી

જંતરમંતર દરિયો કાઢે

એક દાબડી ખોલી

જોગણને ખપની એમાંથી

કેવળ એક છિપોલી

જ્યાં સ્વાતિનું બુંદ બિરાજે, નહીં મઘા નહીં હરણી

પરપોટાનો એક પિટારો

મહીં જાદૂઈ પૂંજી

જોગણ તો પળના ઝૂડામાં

પ્રોવી લ્યે ગુરુકુંજી

નિજમાં ડૂબકી મારે તેને શું તરણું શું તરણી

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004