રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆદમ, તને મીંદડી રે
મધરાતે વેરણ થઈ,
આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ0
પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
શી ઘરમાં દોટંદોટા થઈ. આ૦
છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,
પીંજારણ કૂદવા લાગી ગઈ. આ૦
દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દીવેટ નહિ. ૧૦
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ,
નાનો ત્યારે અલિયો ઉઠયો ધાઈ. આ૦
અલિયે ઊઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
ચાર પૈસાની હાંડલી આણી મેલી'તી ચૂલાની બેડ,
અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ૦
ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,
બિચારી હાંડલી ભાંગી ગઈ. આ૦
હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ ન રહ્યું કાંઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ, ર૦
આદમને નીંદરા વેરણ થઈ. આ૦
(પ સપ્ટેમ્બર, ૧૯૩૧)
aadam, tane mindDi re
madhrate weran thai,
adam, tane mindDi weran thai dhruw0
pinjwa anyun be man ru ne kapasiya mahin khoob,
undarbhai te khawa ratre aawya dhubadhub,
shi gharman dotandota thai aa0
chhapramanthi kanun kari tyan awyan billibai,
jalwi maryo bhusko to ye paDi patharimanhi,
pinjaran kudwa lagi gai aa0
diwaslinun thekanun na male, diwaman diwet nahi 10
adam bapDo ratandhlo, ne pinjaran to raghwai,
nano tyare aliyo uthyo dhai aa0
aliye uthi lakDi lidhi, doDyo rasoDa mer,
chaar paisani hanDli aani meliti chulani beD,
aliyaye lakDi tyan ghumai aa0
undar natha, billi nathi, samkaro jyan kidho,
beD uparni hanDli upar aliye phatko didho,
bichari hanDli bhangi gai aa0
hanDli bhangi, ghar to bhangyun wasan na rahyun kani,
kal shun melawun randhwa wasan chittman chinta thai, ra0
adamne nindra weran thai aa0
(pa saptembar, 1931)

સ્રોત
- પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 40)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1933