Explore Gujarati Geet collection | RekhtaGujarati

ગીત

ગીત એ ઊર્મિકાવ્યનો ગાઈ શકાય એવો પેટાપ્રકાર છે. એમાં મુખ્યત્વે ઊર્મિનું, સંવેદનનું આલેખન હોય છે. ગીત કોઈ એકાદ ભાવસંવેદન કે ઊર્મિસ્પંદનને વર્ણવે છે. ગુજરાતી ગીતનો મહત્ત્વનો સંબંધ આપણા લોકસાહિત્ય સાથે છે. વળી મધ્યકાળના પદસાહિત્યના સંસ્કારોનો પણ ગીતના રૂપ-ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહેલો છે. ત્યારબાદ નર્મદની કવિતા ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’માં પદકવિતાના સંસ્કારો ત્યજીને ગીત તરફ જવાની સ્પષ્ટ એંધાણી વર્તાય છે. ગીતસ્વરૂપનો પ્રથમ ઉન્મેષ ન્હાનાલાલમાં જોવા મળે છે. ત્યારબાદ ગાંધીયુગમાં ઝવેરચંદ મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર, સ્નેહરશ્મિ, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, અનુગાંધીયુગમાં પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, મકરંદ દવે, બાલમુકુન્દ દવે, જયંત પાઠક, ઉશનસ્, વેણીભાઈ પુરોહિત વગેરે, આધુનિકયુગમાં રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, ભૂપેશ અધ્વર્યુ, ચિનુ મોદી, અનિલ જોશી, સુરેશ દલાલ, હરિન્દ્ર દવે, માધવ રામાનુજ, તો અનુઆધુનિકયુગમાં વિનોદ જોશી, હરીશ મીનાશ્રુ, જયેન્દ્ર શેખડીવાળા, મનોહર ત્રિવેદી, દલપત પઢિયાર, સંજુ વાળા વગેરે કવિઓના હાથે ગીતસ્વરૂપ જુદી જુદી રીતે પ્રયોજાયું છે. અર્વાચીન ગુજરાતી કાવ્યસ્વરૂપોમાં ગીતસ્વરૂપ વધારેમાં વધારે ગુજરાતીપણું પ્રગટાવીને લોકપ્રિયતા સુધી પહોંચી શક્યું છે.

.....વધુ વાંચો

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

અનિલ ચાવડા

જાણીતા સમકાલીન કવિ

અનિલ જોશી

નિબંધકાર અને કવિ

અરદેશર ખબરદાર

સદાકાળ ગુજરાતી કવિ

  • 1953 -

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

અશરફ ડબાવાલા

જાણીતા ગઝલકાર

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

અશોક હર્ષ

વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને પત્રકાર, 'ચાંદની' માસિકના સંપાદક

  • 1915 - 2003

ઈન્દુ પુવાર

કવિ અને નાટ્યકાર

ઈન્દુલાલ ગાંધી

ગાંધીયુગીન કવિ, નાટ્યકાર અને વાર્તાકાર

ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા

ઉશનસ્

અનુગાંધીયુગના મહત્ત્વના કવિ

ઉષા ઉપાધ્યાય

જાણીતા કવયિત્રી, અનુવાદક અને વિવેચક

ઊજમશી પરમાર

કવિ અને વાર્તાકાર

  • 1943 - 2018

કનુભાઈ જાની

વિદ્વાન વિવેચક, અધ્યાપક અને લોકસાહિત્યના અભ્યાસી સર્જક