soneri sho suraj ugyo wyome - Garbi | RekhtaGujarati

સોનેરી શો સુરજ ઉગ્યો વ્યોમે

soneri sho suraj ugyo wyome

હરિલાલ હ. ધ્રુવ હરિલાલ હ. ધ્રુવ
સોનેરી શો સુરજ ઉગ્યો વ્યોમે
હરિલાલ હ. ધ્રુવ

[ગરબી]

સોનેરી શો સુરજ ઉગ્યો વ્યોમે?

કિરણ કળી વિખરી નભે, ભોમે? ૧

જગમગતિ જ્યોતિ શી ફેલાવે?

નવા નવા રંગ નભે લાવે? ર

ગગન શો ગુલાલ છે ઝળકાવ્યો?

કેસૂડાનો બ્હાર ભભકાવ્યો? ૩

કપોત, પારાવત, કંઈ છાયા,

જાંબૂ જામ્યાં, દુધ કંઈ ઉભરાયાં! ૪

દિપે કહિં સ્વસ્તિક, તોરણ કયાં,

પર્વતપર પર્વત કંઈ ઝબક્યા? પ

સોનાં કંઈ ઢોળ્યાં, મેદાને, નદે?

તરંગે સુરંગે ઝગંતાં વધે?

વસંતે હસંતે અનંતે ઝુલે

ઝાકળ મોતી, નવ–પલવ કે ફુલે? ૭

જ્યાં ત્યાં ઈંદ્રજાળ જમાવી દીધી?

હૃદય હરિ મોહિનીં મસ્તી કીધી?

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2