રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગુણનું કજોડું અથવા વહેમી સ્ત્રીનું વર્ણન
gunanun kajoDun athwa wahemi strinun warnan
ગરબી
(સમછક્કો)
કેવું આ કજોડું તે કહેવાય, દેશી કહોને તમે, કેવું આ. ટેક.
પુરુષ તો ભણ્યો ને ગણ્યો છે ઘણો! ગુમાની આ;
સ્ત્રીથી ના સ્વભાષા શુદ્ધ બોલાય. દેશીo ૧
ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ઘૂમે છે;
બાઈનું તે ચિત્ત ચૂલામાંહ્ય. દેશીo ર
પુરુષ આ પ્રવીણ પૂરો પુસ્તકો રચે છે;
પેલીથી ન પત્ર વંચાય. દેશીo ૩
ભાઈ તો સ્વદેશ સુધારવા મથે છે;
બાઈ કહે ‘હું જોઉં શી રીતે થાય.’ દેશીo ૪
પુરુષ ધૂર્ત ઢોંગીના જ ઘાટમાં ફરે છે;
તે તો ઘેર પેલીથી પૂજાય. દેશીo પ
ભાઈ તો સભામાં જઈ સુભાષણો આપે;
બાઈ જઈ રાજવીઓ ગાય. દેશીo ૬
પુરુષ તો પધારે સુધારાની મંડળીમાં;
પેલી પાપી મંડળીમાં જાય. દેશીo ૭
ભાઈ તો નસીબનો નકાર કરે મંડળથી;
બાઈ તો ગરોડા પૂંઠે જાય. દેશીo ૮
પુરુષ તો પવિત્ર પરમ ઈશને પૂજે;
ગોવાળની ગલીચી પેલી ચાહ્ય. દેશીo ૯
ભાયડો ન ભૂલથીએ ભૂંડું કદી ભાખે;
ભૂંડણી વિવાહે વિષ્ટા ખાય. દેશીo ૧૦
દેશીઓ ન દોષ દેશો, જો કદી એ બાપડો;
હારી કરે એ પીડા વિદાય. દેશીo ૧૧
છેક જ જ્યાં આવી રીતભાત મતિ જુદી છે;
પ્રીત તે શી રીતે કે બંધાય ? દેશીo ૧ર
વાત શું કરે ને અરે ચિત તે શું એ કરે?
એક એકને ન જ્યાં સુહાય. દેશીo ૧૩
ચાલતા વહેવારની તો વાત જ તજવી;
એણે જ રણસ્તંભ રે રોપાય. દેશીo ૧૪
વિદ્યાના વિનોદકેરી વાત કદી કહાડે;
વ્હીલું વ્હીલું પેલી જોય ત્યાંહ્ય. દેશીo ૧પ
વર્તમાનની વાત એને નહિ ગોઠે;
એની તો જુદી જ છે દુનિયાય. દેશીo ૧૬
અને ઝોડઝપટની, કે કામણટૂમણની જ વાત;
કે કૂટવા જવાની રે સદાય. દેશીo ૧૭
એ તો જાણે ખાવું પીવું પહેરવું ને ઓઢવું;
કે નજર ઉતારના ઉપાય. દેશીo ૧૮
ઝાઝું શું કહેવું રે થોડું લખે ધણું માનજો;
અભણુ વ્હેમી મૂરખની એ રાય. દેશી. ૧૯
વયનું રે કજોડું કદી હોય, હાય હાય થઈ;
ભૂંડું ભૂડું ભૂંડું બહુ ભણાય. દેશીo ર૦
રૂપનું કજોડું પણ વિરુપ રે મનાય છે;
ગુણનું કજોડું ના ગણાય? દેશીo ર૧
કેમ રે લગાર કંઈ વિચાર કરો, નાર નહિ કે;
નરથી આ કજોડું કેમ વેઠાય? દેશીo રર
ગુણનું કજોડું સર્વથી સંસારમાં,
લાહ્ય જેની ના કદી હોલાય. દેશીo ર૩
લાવ એ લાગી રહી છે ઠામઠામ નવલરામ;
આંખ જો ઉધાડો તો દેખાય. દેશીo ર૪
garbi
(samchhakko)
kewun aa kajoDun te kaheway, deshi kahone tame, kewun aa tek
purush to bhanyo ne ganyo chhe ghano! gumani aa;
strithi na swbhasha shuddh bolay deshio 1
bhai to bhugol ne khagolman ghume chhe;
bainun te chitt chulamanhya deshio ra
purush aa prween puro pustako rache chhe;
pelithi na patr wanchay deshio 3
bhai to swadesh sudharwa mathe chhe;
bai kahe ‘hun joun shi rite thay ’ deshio 4
purush dhoort Dhongina ja ghatman phare chhe;
te to gher pelithi pujay deshio pa
bhai to sabhaman jai subhashno aape;
bai jai rajwio gay deshio 6
purush to padhare sudharani manDliman;
peli papi manDliman jay deshio 7
bhai to nasibno nakar kare manDalthi;
bai to garoDa punthe jay deshio 8
purush to pawitra param ishne puje;
gowalni galichi peli chahya deshio 9
bhayDo na bhulthiye bhunDun kadi bhakhe;
bhunDni wiwahe wishta khay deshio 10
deshio na dosh desho, jo kadi e bapDo;
hari kare e piDa widay deshio 11
chhek ja jyan aawi ritbhat mati judi chhe;
preet te shi rite ke bandhay ? deshio 1ra
wat shun kare ne are chit te shun e kare?
ek ekne na jyan suhay deshio 13
chalta wahewarni to wat ja tajwi;
ene ja ranastambh re ropay deshio 14
widyana winodkeri wat kadi kahaDe;
whilun whilun peli joy tyanhya deshio 1pa
wartmanni wat ene nahi gothe;
eni to judi ja chhe duniyay deshio 16
ane jhoDajhapatni, ke kamantumanni ja wat;
ke kutwa jawani re saday deshio 17
e to jane khawun piwun paherawun ne oDhwun;
ke najar utarna upay deshio 18
jhajhun shun kahewun re thoDun lakhe dhanun manjo;
abhanu whemi murakhni e ray deshi 19
wayanun re kajoDun kadi hoy, hay hay thai;
bhunDun bhuDun bhunDun bahu bhanay deshio ra0
rupanun kajoDun pan wirup re manay chhe;
gunanun kajoDun na ganay? deshio ra1
kem re lagar kani wichar karo, nar nahi ke;
narthi aa kajoDun kem wethay? deshio rar
gunanun kajoDun sarwthi sansarman,
lahya jeni na kadi holay deshio ra3
law e lagi rahi chhe thamtham nawalram;
ankh jo udhaDo to dekhay deshio ra4
garbi
(samchhakko)
kewun aa kajoDun te kaheway, deshi kahone tame, kewun aa tek
purush to bhanyo ne ganyo chhe ghano! gumani aa;
strithi na swbhasha shuddh bolay deshio 1
bhai to bhugol ne khagolman ghume chhe;
bainun te chitt chulamanhya deshio ra
purush aa prween puro pustako rache chhe;
pelithi na patr wanchay deshio 3
bhai to swadesh sudharwa mathe chhe;
bai kahe ‘hun joun shi rite thay ’ deshio 4
purush dhoort Dhongina ja ghatman phare chhe;
te to gher pelithi pujay deshio pa
bhai to sabhaman jai subhashno aape;
bai jai rajwio gay deshio 6
purush to padhare sudharani manDliman;
peli papi manDliman jay deshio 7
bhai to nasibno nakar kare manDalthi;
bai to garoDa punthe jay deshio 8
purush to pawitra param ishne puje;
gowalni galichi peli chahya deshio 9
bhayDo na bhulthiye bhunDun kadi bhakhe;
bhunDni wiwahe wishta khay deshio 10
deshio na dosh desho, jo kadi e bapDo;
hari kare e piDa widay deshio 11
chhek ja jyan aawi ritbhat mati judi chhe;
preet te shi rite ke bandhay ? deshio 1ra
wat shun kare ne are chit te shun e kare?
ek ekne na jyan suhay deshio 13
chalta wahewarni to wat ja tajwi;
ene ja ranastambh re ropay deshio 14
widyana winodkeri wat kadi kahaDe;
whilun whilun peli joy tyanhya deshio 1pa
wartmanni wat ene nahi gothe;
eni to judi ja chhe duniyay deshio 16
ane jhoDajhapatni, ke kamantumanni ja wat;
ke kutwa jawani re saday deshio 17
e to jane khawun piwun paherawun ne oDhwun;
ke najar utarna upay deshio 18
jhajhun shun kahewun re thoDun lakhe dhanun manjo;
abhanu whemi murakhni e ray deshi 19
wayanun re kajoDun kadi hoy, hay hay thai;
bhunDun bhuDun bhunDun bahu bhanay deshio ra0
rupanun kajoDun pan wirup re manay chhe;
gunanun kajoDun na ganay? deshio ra1
kem re lagar kani wichar karo, nar nahi ke;
narthi aa kajoDun kem wethay? deshio rar
gunanun kajoDun sarwthi sansarman,
lahya jeni na kadi holay deshio ra3
law e lagi rahi chhe thamtham nawalram;
ankh jo udhaDo to dekhay deshio ra4
સ્રોત
- પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
- પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
- વર્ષ : 1941
- આવૃત્તિ : 39