tan tan takora - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટન ટન ટકોરા

tan tan takora

દિનેશ કોઠારી દિનેશ કોઠારી
ટન ટન ટકોરા
દિનેશ કોઠારી

ટન્ ટન્ ટકોરા સાત

ઊગતા સૂર્ય સાથે શેકહૅન્ડ!

ટી-ટેબલે

બાળકો, પત્ની, પિતાજી સંગમાં

સિલોનની છાયા નીચે

ઇધર-ઉધરની ખાટીમીઠી વાત;

ટૉમીને ટા...ટા....

ફૂટપાથ પરના મંદિરે માથું નમ્યું;

લિફ્ટ ઉપર

આંખ નીચે કાગળો ને શાહીની લાંબી શરત;

બે કશ મજેના

હા...શ...

ધૂમ્રગોટા!

ચિટચેટ મિત્રો સાથ,

અહીંથી ત્યાં...

પણે.....

થ્રી-ડી મહીં રોમાન્સ;

ટણનન્ કૉલબેલ

ભરનીંદમાં ગુમ બેબીને બોકી,

ચશચશ્યાં બે ચુંબનો

સ્વિચ ઑફ -

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004