રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવિશાલ મનોહર ટાપુ ઉપર દેશવટો પામેલા
કેટલાક કર્મણ્ય કેદીઓ દેખાયા.
ટાપુ ઉપરથી છુટકારો મેળવવો દુષ્કર હતો –
ચારે કોર પથ્થરના પડછંદ ધોધ જેવી
ઊભેલી ઊંચી સ્નાયુ સ્નિગ્ધ કરાડો હતી,
જેના ચરણો પર આવી આવીને અફાટ મહાસાગરનાં
અથાહ મોજાંઓ અથડાતાં હતાં,
જળમાં હિંસક જળચરો હિલોળતાં હતાં.
ટાપુ ઉપર બધું રમ્ય હતું.
જોઈતી જમીન હતી, સુંદર ઘર હતાં,
મોહક વાટિકાઓ, વિવિધ વીથિકાઓ,
બાગબાનીનો સંપૂર્ણ અવકાશ હતો.
કર્મણ્ય કેદીઓ ખેતી કરતાં કરતાં
જલપાન માટે ઝાડની છાયામાં પાછા ફરતા
ત્યારે એમની નજર અનાયાસ ક્ષિતિજ ઉપર ચાલી જતી,
ઘરની બાંધણી માટે લાકડાં વહેરતાં વહેરતાં
ઊમટતા સ્વેદને લૂછવા અટકતા
ત્યારે એમની આળી નજર ક્ષિતિજ ઉપર ચાલી જતી,
બાગમાં ઝારીથી પાણી આપતાં આપતાં
બોગનવેલની પાંદડીઓ આંગળીએ નવાડતા
ત્યારે એમની નમણી નજર ક્ષિતિજ ઉપર ચાલી જતી.
અહીં કોઈ પહેરેદાર નહોતા.
ન આ કેદીઓ કોઈ સામાન્ય કેદીઓ હતા.
ન એમનો કોઈ ગુનો હતો, યા એમનો ગુનો એટલો જ હતો
કે એમણે સ્વેચ્છાએ દેશવટો સ્વીકાર્યો હતો
ને પછી તીવ્ર વિરહથી દેશની કામના કરી હતી.
પણ એમને ખબર નહોતી
કે એ કયા દેશમાંથી દેશવટો ભોગવી રહ્યા હતા.
કદી સમુદ્ર-ક્ષિતિજ પર જહાજ દેખાતું,
ત્યારે એની તરફ તાકી રહી કલ્પનામાંને કલ્પનામાં
એ કોઈ અનામી દેશે જ ખોવાઈ જતા.
જહાજ ક્ષિતિજ-પાર ફરીથી લોપ થઈ જતું.
આ સ્થળને કોઈ નામ નહોતું.
બંદરગાહ પર એક વિધિપૂર્વકનું પ્રવેશદ્વાર હતું,
તેના રંગીન સ્થંભ પર શુભ્ર આરસની જડેલી
એક તકતી હતી, ઉપર અગ્નિવર્ણી અક્ષરોમાં કોતરણી હતી:
“આ દેશવટો પામેલાઓનો દેશ છે.
અહીં લોકો દેશદેશથી આવશે,
પણ એમનો કોઈ દેશ હશે નહીં.
અહીં ગૃહવિરહની વ્યથા અનુભવતા વસાહતીઓ
ખરેખર તો દુનિયાના કોઈ પણ દેશમાં વલખશે,
પત્ર પૂરો કરી ઉપર જે દેશનું સરનામું લખશે
તે તો એમની અંદર જ ઊગી રહ્યો હશે.”
wishal manohar tapu upar deshawto pamela
ketlak karmanya kedio dekhaya
tapu uparthi chhutkaro melawwo dushkar hato –
chare kor paththarna paDchhand dhodh jewi
ubheli unchi snayu snigdh karaDo hati,
jena charno par aawi awine aphat mahasagarnan
athah mojano athDatan hatan,
jalman hinsak jalachro hiloltan hatan
tapu upar badhun ramya hatun
joiti jamin hati, sundar ghar hatan,
mohak watikao, wiwidh withikao,
bagbanino sampurn awkash hato
karmanya kedio kheti kartan kartan
jalpan mate jhaDni chhayaman pachha pharta
tyare emni najar anayas kshitij upar chali jati,
gharni bandhni mate lakDan wahertan wahertan
umatta swedne luchhwa atakta
tyare emni aali najar kshitij upar chali jati,
bagman jharithi pani aptan aptan
boganwelni pandDio angliye nawaDta
tyare emni namni najar kshitij upar chali jati
ahin koi paheredar nahota
na aa kedio koi samanya kedio hata
na emno koi guno hato, ya emno guno etlo ja hato
ke emne swechchhaye deshawto swikaryo hato
ne pachhi teewr wirahthi deshni kamna kari hati
pan emne khabar nahoti
ke e kaya deshmanthi deshawto bhogwi rahya hata
kadi samudr kshitij par jahaj dekhatun,
tyare eni taraph taki rahi kalpnamanne kalpnaman
e koi anami deshe ja khowai jata
jahaj kshitij par pharithi lop thai jatun
a sthalne koi nam nahotun
bandargah par ek widhipurwakanun praweshadwar hatun,
tena rangin sthambh par shubhr arasni jaDeli
ek takti hati, upar agniwarni akshroman kotarni hatih
“a deshawto pamelaono desh chhe
ahin loko deshdeshthi awshe,
pan emno koi desh hashe nahin
ahin grihawirahni wyatha anubhawta wasahtio
kharekhar to duniyana koi pan deshman walakhshe,
patr puro kari upar je deshanun sarnamun lakhshe
te to emni andar ja ugi rahyo hashe ”

સ્રોત
- પુસ્તક : આ કવિતા તેમને માટે અને અન્ય કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : વિરાફ કાપડિયા
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 1998