રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફ્લોરેન્સ તારા આંગણામાં
ઑર્કિડના છોડ ઉપર
રોજ સવારે ઊગે છે દર્દીનું સ્મિત.
એક ડાળી કલમ કરી ચોંટાડી દે ક્યાંક મારામાં
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઑર્કિડ થવું છે.
ટ્રેનમાં ફ્લોરેન્સ યાદ છે તને?
ફાટલી ચડ્ડી, પગમાં છાલાં, આરસનાં બે ટપટપિયાં લઈ હું રોતો’તો સૂરમાં ને પાંચિયું પાવલી તાલ દેતાં’ તાં
સૂરમાં મારા સૂર તો ખાલી તેં જ પૂરેલો ‘વાહ’ કહીને
તેં જ તો મારી ભૂખને ભીનું ગીત આપેલું
યાદ છે તને?
યાદ નથી કંઈ?
સાંજના વાળુ સ્ટેશન ઉપર આંગળી ઝાલી તેં જ ઉતાર્યો
યાદ છે તને?
યાદ નથી કંઈ?
શિયાળાની વચલી સાંજે મારી પાસે હું જ વધેલો
ત્યારે તું જ આવીને, સહેજ નમીને, કંઈક ઓઢાડી ગઈ’તી
સાંજ પડ્યાનું સાવ ખાલીખમ ટૂંટિયું ખોલી ગઈ’તી
યાદ છે તને?
યાદ નથી કંઈ?
કાલે છે ને ટ્રેનમાં ફ્લોરેન્સ હું તારી પેલી સીટમાં બેઠો,
કોઈ રોતું’તું સૂરમાં, એના સૂરમાં મેં બી સૂર મિલાયો
સાંજના વાળુ સ્ટેશન ઉપર આંગળી ઝાલી મેં જ ઉતાર્યો
પાછા વળતાં સ્ટેશન ઉપર સાવ ખૂણાના બાંકડા પાસે અટકી તારું ઓઢણું ખોલ્યું,
ને મેંય કોઈનું ટૂંટિયું ખોલ્યું.
તેં જ આપ્યું આ ઓઢણું મને,
ટૂંટિયું ખોલતાં તેં જ શિખવાડ્યું
એક ચીજ હજુ આપ તું ફ્લોરેન્સ
એક ચીજ હજુ જોઈએ મારે,
આપ તારું આ ‘યાદ નથી કંઈ.’
કેટલાં ફૂલો ઊગ્યાં એનાં ગણિત ભૂલતાં શીખવ,
એક ડાળી,
ખાલી એક ડાળી તું કલમ કરી ચોંટાડી દે ક્યાંક મારામાં,
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઑર્કિડ થવું છે.
phlorens tara angnaman
aurkiDna chhoD upar
roj saware uge chhe dardinun smit
ek Dali kalam kari chontaDi de kyank maraman
pleejh phlorens pleejh mare aurkiD thawun chhe
trenman phlorens yaad chhe tane?
phatli chaDDi, pagman chhalan, arasnan be tapatapiyan lai hun roto’to surman ne panchiyun pawli tal detan’ tan
surman mara soor to khali ten ja purelo ‘wah’ kahine
ten ja to mari bhukhne bhinun geet apelun
yaad chhe tane?
yaad nathi kani?
sanjna walu steshan upar angli jhali ten ja utaryo
yaad chhe tane?
yaad nathi kani?
shiyalani wachli sanje mari pase hun ja wadhelo
tyare tun ja awine, sahej namine, kanik oDhaDi gai’ti
sanj paDyanun saw khalikham tuntiyun kholi gai’ti
yaad chhe tane?
yaad nathi kani?
kale chhe ne trenman phlorens hun tari peli sitman betho,
koi rotun’tun surman, ena surman mein bi soor milayo
sanjna walu steshan upar angli jhali mein ja utaryo
pachha waltan steshan upar saw khunana bankDa pase atki tarun oDhanun kholyun,
ne meinya koinun tuntiyun kholyun
ten ja apyun aa oDhanun mane,
tuntiyun kholtan ten ja shikhwaDyun
ek cheej haju aap tun phlorens
ek cheej haju joie mare,
ap tarun aa ‘yaad nathi kani ’
ketlan phulo ugyan enan ganit bhultan shikhaw,
ek Dali,
khali ek Dali tun kalam kari chontaDi de kyank maraman,

સ્રોત
- પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : સૌમ્ય જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008