રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબાળપણમાં સાંભળેલ પરીકથાના શબ્દો હજુ યાદ છે....
કઈ લિપિ હતી એ શબ્દોની? એની જાણ હજુય થઈ નથી.
એક ગાઢ વન હતું.
સતત ઊંચે ને ઊંચે વધતાં જતાં આકાશગામી વૃક્ષો હતાં
અને ભરબપોરે સૂર્ય અંધકાર શોધવા ઊંચી ડાળેથી
ડોકિયાં કરતો યાદ છે મને.
કદીયે ખરી ન પડનારાં ફૂલોની ટેકરીઓ અને ફેરફુદરડીની રમત
રમતો પવન.
એ બધુંય હતું – ના સંદર્ભમાં હું ક્યાં હતો?
આજેય હું મને એ સંદર્ભમાં શોધી રહ્યો છું.
બાળપણમાં સાંભળેલ પરીકથાના શબ્દો હજુય યાદ છે....
ગાઢ વન એનું એ જ છે આજેય.
ઊંચે ને ઊંચે વધતાં વૃક્ષોની હેઠે બેઠો રહું છું આજેય.
આ ફૂલો અને ટેકરીઓ બધું જ બધું છે આજેય એનું એ જ
પણ એ સંદર્ભ ક્યાં?
છે હવે દૃષ્ટિ સામે પેલો માણસખાઉ રાક્ષસ
બે દાંતની વચ્ચે જકડી લે મને ક્યારેક
અને હું ચીસ પાડી ઊઠું, કોને પૂછું
ક્યાં છે પેલો પોપટ જે અંધારી વાવના ગોખમાં
ગાઢ વન એનું એ જ છે આજેય.
બેઠો હતો અને જેની ડોકમાં રાક્ષસનું મૃત્યુ ઊછરતું હતું.
ક્યાં છે આજે એ?
સંદર્ભ ખોઈ ચૂકેલો માણસ હવે હું -
અને પેલો પોપટ સમયની જેમ કોણ જાણે
ક્યાંય પાંખો ફફડાવી ઊડી ગયો છે.
balapanman sambhlel parikthana shabdo haju yaad chhe
kai lipi hati e shabdoni? eni jaan hajuy thai nathi
ek gaDh wan hatun
satat unche ne unche wadhtan jatan akashgami wriksho hatan
ane bharabpore surya andhkar shodhwa unchi Dalethi
Dokiyan karto yaad chhe mane
kadiye khari na paDnaran phuloni tekrio ane pheraphudarDini ramat
ramto pawan
e badhunya hatun – na sandarbhman hun kyan hato?
ajey hun mane e sandarbhman shodhi rahyo chhun
balapanman sambhlel parikthana shabdo hajuy yaad chhe
gaDh wan enun e ja chhe aajey
unche ne unche wadhtan wrikshoni hethe betho rahun chhun aajey
a phulo ane tekrio badhun ja badhun chhe aajey enun e ja
pan e sandarbh kyan?
chhe hwe drishti same pelo manaskhau rakshas
be dantni wachche jakDi le mane kyarek
ane hun chees paDi uthun, kone puchhun
kyan chhe pelo popat je andhari wawana gokhman
gaDh wan enun e ja chhe aajey
betho hato ane jeni Dokman rakshasanun mrityu uchharatun hatun
kyan chhe aaje e?
sandarbh khoi chukelo manas hwe hun
ane pelo popat samayni jem kon jane
kyanya pankho phaphDawi uDi gayo chhe

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 364)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007