
આ સ્વપ્નની ભૂમિ ઉપર પગલાં સુધાનાં,
આ આભમાં બાંધ્યાં બધાં ગાંધર્વ નગરો.
આ સ્વર્ગથી આવી ભૂમિ પર
આખડી, વહેતી નદી.
આ શબ્દ મારા
માતરિશ્વા અર્થના એકાન્તના,
આ હસ્ત મારા
કેટલા યે કર્ણ ને અર્જુનના બળથી ભરેલા.
કૈં કેટલા યે રાવણોના ગર્વ
મારા શ્વાસમાં વ્હેતો.
આ વિશ્વ મારું
બાર સૂરજથી ય તે શોષાય ના!
આ વિશ્વ મારું
સાત સાગરના જલે જો જાય ડૂબી...
હું વરાહી દંતમાં ગ્રહી
બ્હાર આણું.
aa swapnni bhumi upar paglan sudhanan,
a abhman bandhyan badhan gandharw nagro
a swargthi aawi bhumi par
akhDi, waheti nadi
a shabd mara
matarishwa arthana ekantna,
a hast mara
ketla ye karn ne arjunna balthi bharela
kain ketla ye rawnona garw
mara shwasman wheto
a wishw marun
bar surajthi ya te shoshay na!
a wishw marun
sat sagarna jale jo jay Dubi
hun warahi dantman grhi
bhaar anun
aa swapnni bhumi upar paglan sudhanan,
a abhman bandhyan badhan gandharw nagro
a swargthi aawi bhumi par
akhDi, waheti nadi
a shabd mara
matarishwa arthana ekantna,
a hast mara
ketla ye karn ne arjunna balthi bharela
kain ketla ye rawnona garw
mara shwasman wheto
a wishw marun
bar surajthi ya te shoshay na!
a wishw marun
sat sagarna jale jo jay Dubi
hun warahi dantman grhi
bhaar anun



સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 88)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2