puja - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્રાવણ મહિનાના

સોમવારે તો ઠીક

હું તો વારતહેવારે પણ

દેવ દર્શને જવાનું ટાળું છું

પણ કોઈ ઢળતી સાંજે

આંગણાના

મેપલ વૃક્ષ તળે

ચકલીને

ધૂળમાં નહાતી જોઉં છું ત્યારે

એકાએક

મારું મન

ભર ચોમાસે ગામના છેવાડે

આવેલ શિવ દેરીના

તળાવમાં

બાળ ભેરુ સાથે

મારેલા ધુબાકા અને

લીલા ખેતર વચ્ચે

ખરે બપોરે

શેઢા સંગે હડીયાપટ્ટી કરતાં

પતંગિયા સાથે

રમેલ સંતાકૂકડીની યાદે

મન ભરાઇ આવે છે ત્યારે

આંખે આવેલ

આંસુ લૂછતાં

અમેરિકા આવવા

ગામથી નીકળ્યો ત્યારે

ભાથાના ડબ્બા સાથે

બાએ આપેલ પાદરની

મુઠ્ઠી એક ધૂળમાંથી

ચપટીક ભરી

કપાળે

તિલક કરી લઉં છું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાત દીપોત્સવી અંક (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : પુલક ત્રિવેદી
  • પ્રકાશક : માહિતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
  • વર્ષ : 2018