parichay - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લીલી લૉન,

વિશાળ ઘરમાં

આલીશાન ફર્નિચર

અને ડ્રાઈવેમાં

ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ

ભારતથી

અમેરિકા ફરવા આવેલ

મિત્રો,

કહી બેસે છે કે,

'તમારે તો અહીં લીલાલહેર છે!

હવે અમે

આવી વાતોના

વર્તુળમાં

અટવાયા વિના

બારીએ ઝૂલતા

પીંજરે

ટહુકતી મેનાથી

તેમનો

પરિચય કરાવીએ છીએ !

સ્રોત

  • પુસ્તક : ટહુકે વરસ્યું આભ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2010