phariwar ek andhari ratre - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરીવાર એક અંધારી રાત્રે

phariwar ek andhari ratre

રાવજી પટેલ રાવજી પટેલ
ફરીવાર એક અંધારી રાત્રે
રાવજી પટેલ

ફરીવાર એક અંધારી રાત્રે

હું ગામમાં આવીશ ત્યારે

પેલું દૂધનું બનેલું વાછડું એની ગાયને

ચાટતું હશે કે?

પેલો

સીસમના ડીલવાળો વૃદ્ધ

ફરકડીમાં ભીંડી વીંટી વીંટી ઘડપણ સાંધે છે

અને

રોજ રોજ સામા ફળિયામાંથી

ઝઘડવા આવતી છોકરી:

ફરીવાર એક અંધારી રાત્રે

હું ગામમાં આવીશ ત્યારે

વૃદ્ધ મને સાંધશે?

પેલી છોકરી મને લડશે?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989