tyare/hwe - Free-verse | RekhtaGujarati

ત્યારે/હવે

tyare/hwe

જયા મહેતા જયા મહેતા
ત્યારે/હવે
જયા મહેતા

ત્યારે

ક્ષણો

વૃક્ષોનાં પર્ણની જેમ લીલીછમ ખીલતી હતી,

ગુલાબી હવાની જેમ ફરતી હતી.

ભીંજવી જતી ક્યારેક જળ થઈને, કે

આકાશ થઈને તારાભર્યું ઝૂમ્યા કરતી.

લપાઈ જતી કોઈ વાર એની

મોરપીંછી સુંવાળપ

મારી નીંદરઘેરી આંખોમાં હળુહળુ.

હવે

ક્ષણો આવે છે:

લેફ્ટ રાઈટ....લેફ્ટ રાઇટ.....

શિસ્તબદ્ધ સૈનિકની જેમ

એક પછી એક પછી એક....હારબંધ....કતારબંધ

અને

ફાટેલા કોશનાં જર્જરિત પાનાંની જેમ

થઈ જાય છે, ખેર....

વે....ર......વિ

ખે.....

ર....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983