taaraa gayaa pachii - Free-verse | RekhtaGujarati

તારા ગયા પછી

taaraa gayaa pachii

અશ્વિની બાપટ અશ્વિની બાપટ
તારા ગયા પછી
અશ્વિની બાપટ

તારી સાથે કરેલી વાતો

મેં કદી સમયને સોંપી નથી

એટલે જ તો

મને મળી આવે છે

ઠેકઠેકાણે

પુરાણા વારસા સાથે

નવી ઇમારતોથી

ભરાતાં રહેલા આ શહેરમાં

મન ટેકવવાની જગ્યાઓ.

સમુદ્ર ઊછળી ઊછળીને

સાક્ષી પુરાવે છે

ને આપણે જ્યાં બેસતાં

એ કાળમીંઢ પથ્થર પર

સમયનું કશું ચાલતું નથી

તારી સાથે

વીતેલી સાંજ

મેં કદી ઢળતા સૂરજને આપી નથી

એટલે જ તો

મને મળી આવે છે

ઠંડી હવાઓ ઉચ્છવાસ

તારી સાથે ચાલતી

એ રસ્તાને

મેં દી મુકામને હવાલે કર્યો નથી

એટલે જ તો...

સ્રોત

  • પુસ્તક : ચપટીક અંધકાર (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : અશ્વિની બાપટ
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
  • વર્ષ : 2020