
કોઈક દિવસ અતિથિ થઈને આવ, સવર્ણા.
મારી વ્યથાને પામવી હોય તો
અછૂતનો સ્વાંગ રચી આવ, સવર્ણા.
જો તારા શહેરથી આપણા ગામનો મારગ-
સૌથી ઊંચી હવેલીને ટાળો દઈને આવજે,
ત્યાં તો વારાફરતી સંભોગાય છે
અમારી નિરાધાર અબળાઓ!
એ જમીનદાર તો ગામનો રાજા–
એ અસ્પૃશ્ય તો શું
જુવાન કૂતરીને પણ છોડે એવો નથી!
ગામની ભાગોળની પરબનું પાણી ના માગતી–
તને ખોબો વાળી પાણી પીતાં આવડે છે?
જો ત્યાં મારું ઠેકાણુંય ના પૂછતી.
નહિતર કોઈના નાકનું ટેરવું ઊંચું થશે,
કે કોઈની આંખોમાં ઊમટી આવશે ઘૃણા
ડાબે જમણે નજર નાખતાં
રખે માનતી કે
એટલામાં હશે ક્યાંક મારું ઘર!
અહીં તો રહે
બામણ, કણબી, કોળી, કુંભાર, મોચી.
બસ હવે આ ખાઈને ઓળંગ
એટલે પેલા ટેકરા પર
ઝાડમાં દટાયેલાં જણાશે ઝૂંપડાં.
એનાં નળિયાં પર બેઠું હશે
એકાદ ગરધન કે કલીલ
કે આંગણામાં બે ત્રણ કૂતરાં
ચગળતા હશે હાડકાં.
કાળા વાન ને વામણા દેહ,
ને અડધાં ઉઘાડાં ડિલ!
હા, સવર્ણા એ બધા જ મારા ભાંડુઓ છે.
મા ઘરમાં ગાયના ઘુઘરા શેકે છે,
બાપુ કુંડના ખારામાં ચામડાં ફેરવે છે,
આ ચોગાનમાં કોસ વેતરે તે કાકા,
આકડો ને આવળ ભાંગવા ગઈ છે ભાભી,
ને નાનકી તો ગાગર લઈ ગઈ છે તળાવે.
બસ, સવર્ણા હવે નાક ન દબાવ.
ગંદકીથી ગૂંગળામણ થાય ને ચીતરી પણ ચઢે.
પણ જો હું તો અહીં દૂર
લીમડાની નીચે ખાટલો ઢાળી
વાંચુ છું પાબ્લો નેરુદાની કવિતાઓ!
હું ય આ ટાપુ પરનો એકાકી માનવી છું.
koik diwas atithi thaine aaw, sawarna
mari wythane pamwi hoy to
achhutno swang rachi aaw, sawarna
jo tara shaherthi aapna gamno marag
sauthi unchi haweline talo daine aawje,
tyan to warapharti sambhogay chhe
amari niradhar ablao!
e jamindar to gamno raja–
e asprishya to shun
juwan kutrine pan chhoDe ewo nathi!
gamni bhagolni parabanun pani na magti–
tane khobo wali pani pitan aawDe chhe?
jo tyan marun thekanunya na puchhti
nahitar koina nakanun terawun unchun thashe,
ke koini ankhoman umti awshe ghrina
Dabe jamne najar nakhtan
rakhe manti ke
etlaman hashe kyank marun ghar!
ahin to rahe
baman, kanbi, koli, kumbhar, mochi
bas hwe aa khaine olang
etle pela tekara par
jhaDman datayelan janashe jhumpDan
enan naliyan par bethun hashe
ekad gardhan ke kalil
ke angnaman be tran kutran
chagalta hashe haDkan
kala wan ne wamna deh,
ne aDdhan ughaDan Dil!
ha, sawarna e badha ja mara bhanDuo chhe
ma gharman gayna ghughra sheke chhe,
bapu kunDna kharaman chamDan pherwe chhe,
a choganman kos wetre te kaka,
akDo ne aawal bhangwa gai chhe bhabhi,
ne nanki to gagar lai gai chhe talawe
bas, sawarna hwe nak na dabaw
gandkithi gunglaman thay ne chitri pan chaDhe
pan jo hun to ahin door
limDani niche khatlo Dhali
wanchu chhun pablo nerudani kawitao!
hun ya aa tapu parno ekaki manawi chhun
koik diwas atithi thaine aaw, sawarna
mari wythane pamwi hoy to
achhutno swang rachi aaw, sawarna
jo tara shaherthi aapna gamno marag
sauthi unchi haweline talo daine aawje,
tyan to warapharti sambhogay chhe
amari niradhar ablao!
e jamindar to gamno raja–
e asprishya to shun
juwan kutrine pan chhoDe ewo nathi!
gamni bhagolni parabanun pani na magti–
tane khobo wali pani pitan aawDe chhe?
jo tyan marun thekanunya na puchhti
nahitar koina nakanun terawun unchun thashe,
ke koini ankhoman umti awshe ghrina
Dabe jamne najar nakhtan
rakhe manti ke
etlaman hashe kyank marun ghar!
ahin to rahe
baman, kanbi, koli, kumbhar, mochi
bas hwe aa khaine olang
etle pela tekara par
jhaDman datayelan janashe jhumpDan
enan naliyan par bethun hashe
ekad gardhan ke kalil
ke angnaman be tran kutran
chagalta hashe haDkan
kala wan ne wamna deh,
ne aDdhan ughaDan Dil!
ha, sawarna e badha ja mara bhanDuo chhe
ma gharman gayna ghughra sheke chhe,
bapu kunDna kharaman chamDan pherwe chhe,
a choganman kos wetre te kaka,
akDo ne aawal bhangwa gai chhe bhabhi,
ne nanki to gagar lai gai chhe talawe
bas, sawarna hwe nak na dabaw
gandkithi gunglaman thay ne chitri pan chaDhe
pan jo hun to ahin door
limDani niche khatlo Dhali
wanchu chhun pablo nerudani kawitao!
hun ya aa tapu parno ekaki manawi chhun



સ્રોત
- પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 70)
- સર્જક : નીરવ પટેલ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2005