દર શનિવારનું ritual સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી - કેવું સારું! કશુંય પૂછવાગાછવાનું નહીં! આંખ અને હાથ રમ્યા કરે shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઈ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!
એરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિક : બેવડા કવરમાં
સચવાઈ પડેલાં ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા! માનવસંપર્કમાંથી સાવ વિખૂટી ગાયો કણસે છે, માથા વિનાનાં લટકે છે બકરાં, ઘેટાં અને
સંભળાય છે ત્રાસની ચીસ “disjointed chicken in family size”માં…! હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ “fortified, homogenized, pasteurized અને vitamins added!” બિચારી ગાય શું વિચારતી હશે!
અસંખ્ય લોકોને અવરજવર વચ્ચે
શબ્દો ગૂંગળાતા, અકળાતા; સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપટપ…ઘસડાઈ ઘસડાઈને
શોપિંગ કાર્ટનાં ખખડી ગયેલા પૈડાંનો ઘરઘરાટ
અને
કૅશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…
બહાર આવું છું - જાણે હું
બહેરાં મૂગાંની નિશાળની
આંખ-હાથના હાવભાવથી communication કરતી વ્યક્તિ…!
dar shaniwaranun ritual suparmarketman grosrini kharidi kewun sarun! kashunya puchhwagachhwanun nahin! aankh ane hath ramya kare shelwes parni wastuo par
stemp thai gayela ankDao sathe
mungi mungi ramat…!
erkanDishanD ane plastik ha bewDa kawarman
sachwai paDelan phalo ne shakabhaji
winwe chhe saune bahar lai jawa! manawsamparkmanthi saw wikhuti gayo kanse chhe, matha winanan latke chhe bakran, ghetan ane
sambhlay chhe trasni chees “disjointed chicken in family size”man…! hrishtpusht gayonun doodh khaDkayun chhe
pan “fortified, homogenized, pasteurized ane witamins added!” bichari gay shun wicharti hashe!
asankhya lokone awarajwar wachche
shabdo gunglata, aklata; sambhlay chhe matr
unchi eDioni taptap taptap…ghasDai ghasDaine
shoping kartnan khakhDi gayela paiDanno gharaghrat
ane
kesh rajistarnan nanan gali jawano khaDakhDat…
bahar awun chhun jane hun
baheran muganni nishalni
ankh hathna hawbhawthi communication karti wyakti…!

સ્રોત
- પુસ્તક : વિદેશિની (પૃષ્ઠ ક્રમાંક 101)
- સર્જક : પન્ના નાયક
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000