avaajo - Free-verse | RekhtaGujarati

ઉચ્ચતમ અવાજો,

જે મરણ પામ્યાં છે તેમના પ્રેમાળ અવાજો

અથવા તો મરી ગયા હોય એમ

આપણે જેમને ગુમાવી બેઠા છીએ એમના.

ક્યારેક સપનાંમાં આપણી સાથે વાતો કરે છે

ક્યારેક વિચારોમાં, મન એને સાંભળતું હોય છે.

અને અવાજો ક્યારેક

એકાદ ઘડી માટે પણ પડઘાવે છે

આપણી જિંદગીની પહેલી કવિતાના ધ્વનિ

આઘે-આઘે ઓસરી જતા કોઈ રાત્રિના સંગીતની જેમ.

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023